રોનલના વિચારો

તો થઇ જાય થોડો અલ્પાહાર, જો મુજ સમો હોય વિચારો પીરસનાર….

જીવન

જીવનરૂપી દરિયામાં નજીવું વ્યક્તિત્વ(હું) ધરાવું છું,
પ્રાણપંખેરું ઉડી જશે પણ વિચારોની લાશ(હું) તરાવું છું,
કાલે કદાચ ના મળું એટલે જ
દિલમાં તમારા ચિત્ર મારું દોરાવું છું

-રોનલ કનોજીયા

Advertisements

ઓગસ્ટ 13, 2010 Posted by | મુક્તક | Leave a comment

સંવેદના

આ હવા મા કઈ નથી,

આ પાણી મા કઈ નથી,

આ દિલ મા કઈ નથી,

અને આ જીવનમા પણ કઈ નથી…આગળ શુ વાચો છો દોસ્તો,આ શાયરી માપણ કઈ નથી

-રોનક દેસાઈ

અને આ વાંચી ને મેં મુક્તક બનાવ્યું…

શું આ હવા માં કઈ નથી?, તો એ સુંદર મહેક કોની હતી,

શું આ પાણી માં કઈ નથી?, તો એ પ્રતિબિંબની ઝલક કોની હતી,

જીવનથી જ કઈક શીખ્યો છું એટલેજ કહું છું,

શું આ દિલ માં કઈ નથી, તો એના દરવાજા પર દસ્તક કોની હતી.

-રોનલ કનોજીયા

ઓગસ્ટ 13, 2010 Posted by | મુક્તક | Leave a comment

પ્રેમ

તમે સેવ્યા હતા એ સપનાનો સહવાસ છું હું,

ભલે આગળ વધી ગયા(તમે) પણ તમારી આસપાસ છું હું,

પાછુ વાળીને જોશો તો નહિ મળું,

ગુજરી ચૂકેલી યાદો નો એહસાસ છું હું.

-રોનલ કનોજીયા

ઓગસ્ટ 13, 2010 Posted by | મુક્તક | 1 ટીકા

પહેલો વરસાદ

પ્રયાસ:- ખેડૂત માટે પેહેલા વરસાદ નું મહત્વ કેવું હોય છે તે સમજાવવા માંગું છું હું…

નાનો સરખો ઉમ્મીદનો દિવડો, આખા ઘર ને ઝગમગાવી ગયો,
ગરમીથી કંટાળેલો ખૂદ(ભગવાન), આજ વરસાદને વરસાવી ગયો.

નિર્દયતાની હદ પર આવીને, માટીને મહેકાવી ગયો,
ગરમીથી કંટાળેલો ખૂદ, આજ વરસાદ ને વરસાવી ગયો.

આશાનો રોટલો કૂટુ છું ઘરમાં,
મીટ માંડીને બેઠો છું રણમાં,
શુષ્ક આંસુ જોઈ જગતમાં,
ખુશીથી પલક ભીંજવી ગયો,
ગરમીથી કંટાળેલો ખૂદ, આજ વરસાદ ને વરસાવી ગયો

જીવન નદી સ્તબ્ધ થઇ છે મનમાં,
ચાલી રહ્યો ખૂદછે કંટકમાં,
વરસાદી વંટોળથી મનને હચમચાવી ગયો,
ગરમીથી કંટાળેલો ખૂદ, આજ વરસાદ ને વરસાવી ગયો.

ત્રાહિમામ પોકારી ગઈ હતી આ ધરા, આગનો ભઠ્ઠો બુઝાવી ગયો,
ગરમીથી કંટાળેલો ખૂદ, આજ વરસાદ ને વરસાવી ગયો.

નાનો સરખો ઉમ્મીદનો દિવડો, આખા ઘર ને ઝગમગાવી ગયો,
ગરમીથી કંટાળેલો ખૂદ(ભગવાન), આજ વરસાદને વરસાવી ગયો.

-રોનલ કનોજીયા

ઓગસ્ટ 13, 2010 Posted by | કવિતા | Leave a comment

ગરમી

મન ના વાદળા ના બંધારણ માં બંધાયેલો,
મારાજ મગજની “ગરમી”થી ઉશ્કેરાયેલો,

ક્યારેક આંસુથી મેં ક્યારો ખીલાયેલો,
થઇ ગયો ગુસ્સાના તાપથી એ પણ સુકાયેલો,

સુરજના તાપ થી પહેલા તો અકળાયેલો,
પછી પોતાની જ “ગરમી” થી ખૂદને સમજાયેલો,

પરસેવાના ખૂનથી મારો રુમાલ ભીંજાયેલો,
યાદ છે કે “કવિતા” ની જગ્યા એ “નિબંધ” બનાયેલો,

મગજના તાપની “ડમરી” માં હતો ફસાયેલો,
ક્યાંથી મળે ઠંડક જયારે મારા જ પડછાયામાં હતો હું છુપાયેલો

-રોનલ કનોજીયા

ઓગસ્ટ 13, 2010 Posted by | કવિતા | Leave a comment

ચોરી

ચોરી કરતી વેળાએ તો દેખી બધાને સંતાઈ ગયો,
ક્યાં ખબર હતી કે ભગવાનના હાથ માં ઝીલાઈ ગયો.

માફ કરજે મને, તારા દ્વારા પહેલી વાર માં જ પકડાઈ ગયો,
આપી(તે) સજા એવી કે માળો મારો વીંધાઈ ગયો.

કરી’તી ચોરી “દિલ”ની મેં ને ટાંકો “એની” સાથે જોડાઈ ગયો,
“૨૪” નો જ હતો તારો લા’લ ને મણકો માળા માં પરોવાઈ ગયો.

લગ્ન કર્યા પછી મને સૌ કહે છે કે તું થોડો બદલાઈ ગયો,
જાણે ” તોફાની સમુદ્રમાં નાવડી તો બચી ગઈ પણ શઢ એનો પીંખાઇ ગયો.”

આ’પા બૈરીનું ને પેલી’પા મમ્મી નું સાંભળું એ અટકળ માં હું ફસાઈ ગયો,
જાણે ” ધરતી અને આભ જોડાઈ ગયા ને વચ્ચે હું પીસાઇ ગયો.”

હત્યા કરી શકતો નહોતો એટલે આત્મહત્યા માટે દોરાઈ ગયો,
જાણે ” ધોબીનો ગાલુંડીયો ઘરનો ના રહ્યો એટલે ઘાટ પર જઈને ધોવાઇ ગયો.”

મર્યોના પૂરો પણ પાટા-પીંડી થી ભરાઈ ગયો,
જાણે ” આભ થી પડ્યો ખરો પણ ખજૂરી પર ટીંગાઈ(લટકાઈ) ગયો.”

ચિલ્લાયો તૂટ્યું સ્વપ્ન ત્યારે, વિચાર્યું નહિ કરું ચોરી હું “દિલ” ની,
નહિતો થાશે એવું કે “વગર ‘નાળીયેરે’ હું જ વધેરાઈ ગયો.”

-રોનલ કનોજીયા

ઓગસ્ટ 13, 2010 Posted by | કવિતા | 1 ટીકા

દિલ નું માનું કે મગજ નું???

પહેલીવાર દિલ મારું માનતું નહોતું,
તેમ છતાં કામ કર્યું મેં મગજ થી,

દિલ ચીસો પાડીને રડતું હતું ને
આંખો નું તેજ કેહ્તું કે કામ થયું હોય ખુશી થી,

શું એ કેહવત સાચી છે કે
થાય ભલું સૌનું જો કામ કર્યું હોય દિલ થી,

દિલ મારું કેહ્તું હતું ” જાહેર કરી દે સૌની સામે”
કે “(તારા)વિવાહ પછી પણ ચાહું છુ તને એટલી જ સિદ્ધતથી”,

મારા મગજે રોક્યો મને
“તારી તો કરી કેમ બીજાની કરે છે બરબાદ(જીંદગી) આવી વાતો થી”,

ફરીથી સારી શરૂઆતતો કરવી શક્ય નથી
પણ કરી તો શકે છે ને આનો અંત ખુશી થી,

તો શું મેં ખોટું કર્યું કે ના માની વાત દિલ ની
કે સાચું કર્યું મેં સ્વીકારી લીધી વાત મગજ ની?

-રોનલ કનોજીયા

તા.ક.:- આવો કશોક નવો વિચાર આવ્યો તો મારાથી આવું લખાઈ ગયું…એમ તો આ કવિતા કઈ નથી કેહતી પણ અમુક લોકો માટે બહુ કહી જાય છે…

ઓગસ્ટ 13, 2010 Posted by | કવિતા | Leave a comment

વેલેન્ટાઈન સ્પેશિયલઆજે મને ખૂબ મજા છે આઈ,
મેં એક નહિ પણ અનેક સાથે છે valentine મનાઈ,

પેહેલી મને કહે હું પરદેશ થી છું આઈ,
અવનવી જાત-ભાતની વાતો છું લઇ,

બીજી કહે હું જ તારી રગે-રગ માં છું સમાઈ,
એ વાત હજુ તને નથી સમજાઈ,

ત્રીજી કહે જન્મથી થઇ છે તારી-મારી સગાઇ,
જાગતા-ઊંઘતા, રમતા-ભમતા મિલન થાય ને ના થાય બિદાઈ,

ચોથી કહે મીઠા અવાજથી દરરોજ ખૂશનુમા સવાર છું તારી લાઇ,
ગમું છું તને કહી દે, હું જ છું તારા પ્રેમ ની દવાઈ,

પાંચમી કહે તે જ સિંચન કર્યું ને તારા વડે જ છું હું ઉછેરાઇ,
તારું ઋણ ચુકવવા આ પ્રેમરૂપી ફળ છું હું લાઇ,

છઠ્ઠી કહે મારી ખૂશ્બુ લેવા ઘણા છે આકર્ષાઇ(આકર્ષાય),
પણ સુંઘી ને ફેંકી ના દેતા નહિ તો કહીશ તારા પર વિશ્વાસ ના મૂકાઇ(મૂકાય),

આજે મને ખૂબ મજા છે આઈ,
મેં એક નહિ પણ અનેક સાથે છે valentine મનાઈ,

હવા(પેહેલી)(ને મેં કીધું)
આ મનુષ્ય થી છે કેમ તું હરખાઈ,
તને મિતવા માટે તો એને factory ઓ છે વસાઈ,

પાણી(બીજી)(ને મેં કીધું)
આ તો તારી છે મોટાઈ,
નહિ તો કચરો નાખીને તારી નિર્મળતા મેં જ છે છુપાઈ,

જમીન(ત્રીજી)(ને મેં કીધું)
તારા માટે કરી છે ઘણી લડાઈ,
પણ સૌના માટે તું છે સમાન એ વાત ના સમજાઈ,

પંખી(ચોથી)(ને મેં કીધું)
તારા ટહુકા થી મારી સવાર છે તું લાઇ,
પણ એ જ ટહુકા સાંભળવા અમે પાંજરી(cage) છે બનાઈ,

ઝાડી-વૃક્ષ(પાંચમી)(ને મેં કીધું)
તને પત્થર મારીને કરું છું તારી બુરાઈ,
ઉનાળે છાંયડો લઉં ને શિયાળે તાપણું કરવા કરું છું તારી કટાઈ(cutting),

ફૂલ(છઠ્ઠી)(ને મેં કીધું)
તને આપીને હંમેશાથી valentine છે ઉજવાઈ,
છોકરી લઈ લે તો ઠીક છે નહિ તો તું પગ નીચે છે ચીબાઈ…..

-રોનલ કનોજીયા

નોંધ:-આમ મારો હેતુ એ છે કે “SAVE OUR NATURE”….. મારી valentine તો nature માં જ છે……

પેહલી- હવાની લેહેરકી
બીજી- પાણી
ત્રીજી- જમીન
ચોથી- પંખી
પાંચમી- ઝાડી-વૃક્ષ
છઠ્ઠી- ફૂલ….

તા.ક.:- આ કવિતા મેં ૧૪ ફેબ્રુઆરી ની આસ-પાસ બનાવી હતી….

ઓગસ્ટ 13, 2010 Posted by | કવિતા | Leave a comment

મમ્મી

(એમ તો મમ્મી વિષે ઘણું બધું લખી શકાય પણ હું આ નાનો પ્રસંગ લખી રહ્યો છું…)

એમના દિલનો દર્દ આંખો માંથી લહું થઈને વહેતો હતો,
એ ક્ષણ હજુ પણ મને યાદ છે જયારે હું “મમ્મી” ને “આવજો” કહેતો હતો.
આ તો મારી જ જીદ હતી USA આવવાની, એમને તો ક્યાં કોઈ મોહ હતો,
ભલે ત્યારે હું નહોતો જાણતો પણ, “મમ્મી” ને તો ખબર જ હતી કે હું એના કાળજા નો ટુકડો હતો.
મેં વિચાર્યું તમારા માટે બધા સગા-સંબંધીઓ (india માં) હતા,
અને આ બાજુ USA માં રહેવાનો હું એકલો હતો,
પછી ખબર પડી એકલા તો એ પડ્યા મારા વિના,
(કારણ કે) દીદી પરણી ગઈ અને હું એક નો એક એમનો દીકરો હતો.
નજર રાખ્યા કરતા દરરોજ એ રસ્તા પર, જે રસ્તા પરથી હું નીકળ્યો હતો,
કાશ! હું પાછો આવીને કહી દઉં એમને, બધું યાદ રહ્યું મને પણ “મમ્મી” તમને હું વિસર્યો હતો.
ભાવતું નહોતું જમવાનું એમને મારા વિના,
હું જ હતો જે ખાવા માં ખામી કાઢતો હતો,
મારી સામે હોવા છતાં હું દેખી ના શક્યો,
પળ-પળ માં “મમ્મી” નો પ્રેમ સમાયેલો હતો….

-રોનલ કનોજીયા

નોંધ:-અહી જયારે જાતે જમવાનું બનવું છું…ત્યારે ઘણી વાર બળી જાય છે તો કોઈક વાર ખરું કે તીખું બને છે તો મને એ પ્રસંગ જરૂર યાદ આવે છે કે દરરોજ હું મમ્મી ના જમવા માં કોઈ ને કોઈ ખામી કાઢતો જ હતો અને પછી મારી આંખ ભીની થઇ જાય છે….

તા.ક.:- આ  ફોટોના પાત્ર મારી કવિતા સાથે મેચ થાય છે કેમકે યશોદા માતા ને પણ એટલું જ દુ:ખ થતું હોય છે જયારે કૃષ્ણ ભગવાન એમને છોડી ને દૂર જતા રહે છે….જેટલું કોઈ ની પણ મમ્મી ને એમના થી દૂર જતા છોકરા ને જોઈને થાય છે..(અને એમાં મારી મમ્મીનો પણ સમાવેશ થાય છે…)

ઓગસ્ટ 13, 2010 Posted by | કવિતા | Leave a comment

idiot(બેવકૂફ)

scene :- છોકરી ઉદાસ થઈને બેઠી છે કારણ કે એનો બોય-ફ્રેન્ડ એને છોડીને USA જઈ રહ્યો છે study માટે……
છોકરો:–> ચિંતા શું કરવા કરે છે ફક્ત ૨ જ વર્ષ ની તો વાત છે…હું ૨ વર્ષ પછી તને લેવા આવવાનો જ છું ને…..
છોકરી:–> તું idiot (બેવકૂફ) છે…idiot….!!!

મારી આંખોમાં તારી યાદ લઇ ને જઈ રહ્યો છું,
અને આ યાદો નો સંગાથ રહેશે એ વાયદો છે મારો…

તારો આ idiot દિલ માં આગ પ્રગટાવીને જઈ રહ્યો છું,
પણ એની રાખ નહિ થાય એ વાયદો છે મારો…

તારી આંખ માં (કદી) નમી ન દેખનાર આજ (તારામાં) ઉદાશી છોડી ને જઈ રહ્યો છુ,
પણ ખુશી લઈને આવીશ જરૂર એ વાયદો છે મારો..

વર્ષો પેહલા પણ તારા ઉદાસ ગાલો પર ખાડા પડાવ્યા હતા
એથી તું અંજાન નથી…
ત્યારે તેં જ કીધેલું કે તું તો idiot (અર્થાત બેવકૂફ) છે
ઇન્સાન નથી……

(એક વર્ષ પછી છોકરી ન લગ્ન થઇ જાય છે કોઈ બીજા વ્યક્તિ સાથે)

અભિનંદન છે એ idiot ને જેને ખુશીના સ્વપ્નો દેખાડ્યા છે તને,
પણ હું કદી વીસરું નહિ તને એ વાયદો છે મારો…

મળો વાર-તહેવારે તો સ્મિત કરજો જોઈ મારી સામે,
નહીતો સમજીસ તમે માફ નાં કર્યો આ idiot ને એ વાયદો છે મારો….

ખરેખર જ હું idiot હતો લોભી ગયો આ green money થી,
તને જ ચાહી હતી અને આગળ કોઈને નહિ ચાહું આ વાયદો છે મારો.

જાઉં છું હજુ પણ ત્યાં-જ્યાં પહેલી વાર તે મને idiot કહ્યો હતો!
દેખું છુ સાથે મારી તને સ્વપનામાં,
આંખો ખોલું છું તો ભાન થાય છે કે
તારો idiot વર્ષો થી અહી એકલો હતો!!!!!

-રોનલ કનોજીયા

નોંધ:- ગાલો પર ખાડા પાડવા એટલે ખીલ-ખીલાટ હસાવવું……

તા.ક.:-આ કવિતા માં પણ એક સ્ટોરી સમાયેલી છે, મુખ્ય હેતુ એ છે કે  કોઈક કામ સમય સાથે પૂરા કરી લેવાના હોય નહીતો આ સ્ટોરી ના છોકરાની જેમ પછતાવો ના કરવો પડે.

ઓગસ્ટ 13, 2010 Posted by | કવિતા | Leave a comment