રોનલના વિચારો

તો થઇ જાય થોડો અલ્પાહાર, જો મુજ સમો હોય વિચારો પીરસનાર….

ભૌતિક રાહત કે માનસિક પીડા….???? by કૃણાલ પટેલ…

આંખોમાં સપના હઝાર લઈને, ચાલ્યા ઘરેથી,
દિલમાં યાદો ના પહાડ લઈને, ચાલ્યા ઘરેથી,

ખબર નથી આ રસ્તો ક્યાં લઇ જવાનો,
સેહલો નથી આ લાડવો ખાવાનો..

તો પણ ચાલી પડ્યા છે આ રાહ પર…
કસમ છે એ રામ ની…કે પાછા ની પડીએ કોઈ વળાંક પર….

તો પણ ઘર તો બહુ સંભારે છે ઘડીએ ઘડીએ..
પપ્પાનો ગુસ્સો ને મમ્મીનું વહાલ સાવરણીની સળીએ સળીએ….

હજુ પણ નથી ભુલાતું એ સ્પ્લેન્ડર ને ટોબું સાઇકલ…
ડોહાનું સેવ-સળ ને સ્કૂલ નો પેલો પટાવાળો માઈકલ…

વરસાદ ની રીમઝીમ કે માટી ની ભીનાશ માં એ સુગંધ નથી….
સવાર ની કિરણ કે સાંજ ની શીતળતામાં એ ઉમંગ નથી…

છતાં કેમ નથી સમજતું મન મારું….
મોહ-માયા ના રોગથી પીડાઈ રહ્યું છે મન મારું…

તા.ક.:–> કૃણાલ પટેલ મારો એક ખાસ મિત્ર, કે જે આજે એની ફેમીલી થી દુર અમેરિકા માં સારી નોકરી કરી રહ્યો છે…તો એને એની વેદના પોતાની પેહલી કવિતા થી વર્ણવી છે….

Advertisements

નવેમ્બર 18, 2010 Posted by | કવિતા | 2 ટિપ્પણીઓ